Sarambhada Community News and Events
Stay updated with official community decisions, scholarship notices, directory verification, and AGM announcements.
મહત્વપૂર્ણ સૂચના – શ્રી કે. કે. શાહ જનતા વિદ્યાલયની સુવર્ણ જયંતી ઉજવણી મુલતવી રાખવા બાબત
ક્ષમાયાચના
તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સરંભડા ગામ ખાતે મળેલી બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે શ્રી કે. કે. શાહ જનતા વિદ્યાલય, સરંભડાની સુવર્ણ જયંતી ઉજવણીના કાર્યક્રમ પૂર્વે શાળા મકાનનું રિપેરિંગ તથા રંગકામનું કારણોસર દિવાળી પહેલાં પૂર્ણ થઈ શકે તેમ નથી.
આ સંજોગોમાં અગાઉથી નિર્ધારિત તા. ૧૨ અને ૧૩ નવેમ્બર, કારતક સુદ ત્રીજ અને ચોથના દિવસો દરમિયાન સુવર્ણ જયંતી ઉજવણીનો કાર્યક્રમ યોજવો શક્ય બને તેમ નથી.
આથી, ઉપરોક્ત તારીખોના કાર્યક્રમને મુલતવી રાખવામાં આવે છે. શાળાનું રિપેરિંગ તથા રંગકામ પૂર્ણ થયા બાદ કાર્યક્રમની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
આ ફેરફારને કારણે સૌને પડતી અગવડતા બદલ અમે હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ.
રિપેરિંગ તથા રંગકામની કામગીરીની તસવીરો સમયાંતરે અહીં મૂકવામાં આવશે, જેથી સૌને કામગીરી અંગેની જાણકારી મળતી રહે.
સૌના સાથ, સહકાર અને શાળાના વિકાસની ભાવના સાથે...
શ્રી નવયુગ કેળવણી મંડળ
સરંભડા
સ્નેહમિલન આયોજન અંગે મીટિંગ - તારીખ : ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રવિવાર)
આપણા આગામી સ્નેહમિલનના આયોજન અંગે ચર્ચા કરવા રવિવારે મીટિંગ રાખવામાં આવી છે.
મીટિંગનો મુખ્ય ઉદ્દેશ દરેક પરિવાર તરફથી સભ્યોની હાજરી રહે અને અમદાવાદમાં વસતા સરંભડા ગામના તમામ પરિવારો વધુમાં વધુ જોડાય તે છે.
મીટિંગના મુદ્દાઓ
- સ્નેહમિલન માટે યોગ્ય સ્થળ અને તારીખ નક્કી કરવામાં આવશે.
- દરેક પરિવાર તરફથી સભ્ય નક્કી કરી આયોજન કમિટીની રચના કરવામાં આવશે.
- સ્નેહમિલનના આયોજન અને અન્ય જરૂરી જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
આથી દરેક પરિવારના સભ્યશ્રીને વિનંતી છે કે અવશ્ય હાજર રહે અને અન્ય પરિવારજનોને પણ જોડે.
તારીખ : ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રવિવાર)
સમય : રાત્રે ૯:૦૦ કલાકે
સ્થળ : દેવ માર્બલ એન્ડ સિરામિક, સુવાસ કાસ્પિયાની સામે, નિકોલ
એક ગામ • એક ઓળખ • એક પરિવાર